સારસ્વતકલ્પમાં રાસનો અધિકાર એને જ મળ્યો છે જેમણે શ્રીકૃષ્ણની વેણુનાદની સુધાનું પાન કર્યું છે. આધુનિક કાલમાં શ્રીવલ્લભની વાણી જ વેણુનાદાત્મક સુધાસભર હોવાથી, એ વાણીનું પાન કરનાર વૈષ્ણવ જ રાસનો અધિકાર ઉપલબ્ધ કરી શકે છે. તેથી જ કોટિનમેં વિરલા પદ્મનાભદાસજી ગાય છે; "તબ વેણુનાદ દ્વાર, અબ શ્રીલક્ષ્મણભટ્ટ ભૂપકુમાર". આચાર્યચરણની વાણી "અમૃતબીજ" અને "અગ્નિબીજ" થી પુરિત હોવાથી, અદ્યતનકાલના પુષ્ટિજીવોને એ વાણી થકી જ સંયોગ અને વિપ્રયોગનું દાન થાય છે. મહાપ્રભુજીની વાણીનું આવું ગંભીર રહસ્ય હોવાથી, સર્વોત્તમજીમાં શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે ; "वाण्या यदा तदा સ્વાંસ્યં". શ્રીવલ્લભની વાણી સ્વરૂપાત્મક હોવાથી, એ વાણીનું અવગાહન જ પુષ્ટિજીવને ભજનાનંદ અને સ્વરૂપાનંદનું પ્રદાન કરે છે. જેમકે, ભકિતવર્ઘિની ગ્રંથ સાંભળતાં જ પુરુષોત્તમ જોશી પુષ્ટિભક્તિના ઉત્તમ અધિકારી બને છે અને સિદ્ધાંતમુક્તાવલીના શ્રવણ માત્રથી જ અચ્યુતદાસજીને, માનસી સેવા સિદ્ધ થઈ જાય છે.
Read Moreષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૬૪ વાર્તાઓ
ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૨૮ વાર્તાઓ
अतोस्तुतवलालना
ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૧૬ વાર્તાઓ
मिल जेवत लाडिले लाल....પૂજ્યપાદ ગોસ્વામી શ્રીચંદ્રાવલીવહુજીએ લખેલ સામગ્રી બનવવાની પ્રાચીન પધ્ધતિનું અપ્રાપ્ય અને અણમોલ પુસ્તક
ષોડશ ગ્રંથગત ઉપદેશો તેમની ૧૪ વાર્તાઓ અને વલ્લભાખ્યાન ભાગ-૪
સેવા અને વાર્તાઓના સુકોમલ ભાવો
અતોસ્તુ તવ લાલના (યમુનાષ્ટકના નવ શ્ર્લોકોના ભાવને સમજાવતાં યમુનાજીના ૪૧ પદોમાંથી નવ પદ આ સી ડી માં ગાયેલા છે અને એનો વિશેષ ભાવપ્રકાશ એની સાથેની પુસ્તિકામાં કરેલ છે. આ સી ડી મહારાણીમાની લાલના રૂપે છે.)
ષોડશગિતિ